ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Falgun Sankashti Chaturthi Vrat Date and Time | Okhaharan
 |
falgun-sankashti-chaturthi-vrat-date |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 17 કે 18 માચૅ ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી ખાસ છે તે બધું આજે આપણે જાણીશું
દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ માચૅ મહિનાની ચતુર્થી ફાગણ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . ફાગણ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે.
દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.
દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
આ વષૅ મહા માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી
તિથિ પ્રારંભ 17 માચૅ 2025 સોમવાર સાંજે 7:32
તિથિ સમાપ્તી 18 માચૅ 2025 મંગળવાર રાત્રે 10:08
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 17 માચૅ 2025 સોમવાર
પુજન નો શુભ સમય 6:36 થી 8:05
ચંદ્ર દશૅન સમય રાત્રે 10:08 મિનિટ છે.
ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ને વિકટ ગણેશ ચતુર્થી કહે અને આ ના દિવસે શ્રી ગણેશ ના હેરંબ સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો