શનિવાર, 29 માર્ચ, 2025

અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે | Pitru Stotram in Gujarati Lyrics | Okhaharan

અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે | Pitru Stotram in Gujarati Lyrics | Okhaharan


pitru-stotram-in-gujarati-lyrics
pitru-stotram-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે.


આ સ્ત્રોતમ્ માકૅડેય  પુરાણ (94/3-13) માં, મહાત્મા રુચિ દ્વારા પૂર્વજોની સ્તુતિને "પિતૃ સ્તોત્ર" કહેવામાં આવે છે. છે. આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સુખી જીવન માટે પૂર્વજોની તૃપ્તિ ખૂબ જ જરૂરી છે. શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોની પૂજા કરવામાં આવે છે, પરંતુ જો રોજીંદા જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો. જો આમ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં ઘણી ખુશીઓ આવી શકે છે. પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી પિતૃઓને સંતોષ અને પ્રસન્નતા તો મળે જ છે પરંતુ તે ઉપરાંત તે આપણા પર આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓને પણ હરાવી દે છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તે વ્યક્તિ આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળી સારી થાય છે. પિતૃ દોષ દૂર થવા લાગે છે અને તેના અશુભ પરિણામો બંધ થઈ જાય છે.

।। અથ: પિતૃસ્તોત્ર ॥


અર્ચિતાનામમૂર્તાનાં પિતૃણાં દીપ્તતેજસામ ।
નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્યચક્ષુષામ ॥

અર્થ: જે સૌના દ્વારા પૂજા કરવાં યોગ્ય, અમૂર્ત, અત્યંત તેજસ્વી, ધ્યાની તથા દિવ્યદ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે તે પિતૃઓને હું સદા પ્રણામ કરું છું

ઈન્દ્રાદીનાં ચ નેતારો દક્ષમારિચયોસ્તથા ।
સપ્તર્ષીણાં તથાન્વેષાં તાન નમસ્યામિ કામદાન ॥

અર્થ: જે ઈન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ, દક્ષ, મારીય, સપ્તર્ષિઓ તથા અન્યોના પણ નેતા છે, એવાં દરેક મનોકામનાની પૂર્તિ કરનાર પિતૃઓને હું પ્રણામ કરું છું.

મન્વાદીનાં મુનીન્દ્રાણાં સૂર્યાચન્દ્રમસોસ્તથા ।
 તાન નમસ્યામ્યહં સર્વાન પિતૃનપ્સદધાવપિ ॥
અર્થ: જે મનુ આદિ રાજર્ષિઓ, મુનિશ્વરો તથા સૂર્યદેવ અને ચંદ્રદેવના પણ નાયક છે, તે સમસ્ત પિતૃઓને હું જળ અને સમુદ્રમાં પણ પ્રણામ કરું છું.

નક્ષત્રાણાં ગ્રહાણાં ચ વાય્સયોર્નભસસ્તથા ।
ધાવાપૃથિવોવ્યોશ્ચ તથા નમસ્યામિ કૃતાજંલિ: ॥
અર્થ: નક્ષત્રો, ગ્રહો, વાયુ. અગ્નિ, આકાશ અને ધુલોક તથા પૃથ્વીના પણ જે નેતા છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. સદૈવ તેમનાં આશીર્વાદ મારા પર બની રહે.

દેવર્ષીણાં જનિતુંશ્ચ સર્વલોકનમસ્કૃતાન ।
અક્ષય્યસ્ય સદા દાતૃન નમસ્યેહં કૃતાજંલિ: ।।|
અર્થ: જે દેવર્ષિઓના જન્મદાતા, સમસ્ત લોકો દ્વારા વંદિત તથા સદા અક્ષય ફળને આપનાર છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું.

પ્રજાપતેઃ કશ્યપાય સોમાય વરુણાય ચ ।
યોગેશ્વરેભ્યશ્ચ સદા નમસ્યામિ કૃતાંજલિઃ ||
અર્થ: પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વરોના રૂપમાં સ્થિત પિતૃઓને સદા હાથ જોડીને સદૈવ પ્રણામ કરું છું.

નમો ગણેભ્યઃ સપ્તભ્યસ્તથા લોકેષુ સપ્તસુ । 
સ્વયમ્ભુવે નમસ્યામિ બ્રહ્મણે યોગચક્ષુષે ॥
અર્થ: સાત લોકમાં સ્થિત સાત પિતૃગણોને પ્રણામ છે. હું યોગદ્રષ્ટિસંપન્ન સ્વયંભૂ જગતપિતા બ્રહ્માજીને પ્રણામ કરું છું. સદૈવ આપના આશીર્વાદ મારા પર બની રહે.

સોમાધારાન પિતૃગણાન યોગમૂર્તિધરાંસ્તથા ।
નમસ્યામિ તથા સોમં પિતરં જગતામહમ ||
અર્થ: ચંદ્રદેવના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગમૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું. સાથે જ સંપૂર્ણ જગતના પિતા સોમને પ્રણામ કરું છું. સદેવ તેમનાં આશીર્વાદ મારા પર બની રહે.

અગ્રિરુપાંસ્તથૈવાન્યાન નમસ્યામિ પિતૃનહમ ।
અગ્નીષોમમયં વિશ્વં યત એતદશેષત: ||
અર્થ: અગ્નિસ્વરૂપ અન્ય પિતઓને હું પ્રણામ કરું છે. કારણકે આ સંપર્ણ જગત અગ્નિ અને સોમમય છે. તેમનાં આશીર્વાદ સદૈવ બની રહે.

યે તુ તેજસિ યે ચૈતે સોમસૂર્યાગ્નિમૂર્તયઃ ।
જગત્સ્વરુપિણૌવ તથા બ્રહ્મસ્વરુપિણ: ||
તેભ્યોખિલેભ્યો યોગિભ્યઃ પિતૃભ્યો યતમાનસ: ।
નમો નમો નમસ્તે મે પ્રસીદન્તુ સ્વધાભુજઃ ।।


અર્થ: જે પિતૃઓ તેજમાં સ્થિત છે, જે આ ચંદ્રમા, સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા જે જગત્સ્વરૂપ તેમજ બ્રહ્મસ્વરૂપ છે, તે સંપૂર્ણ યોગી પિતૃઓને હું એકાગ્ર ચિત્ત થઈને દરેક વાર પ્રણામ કરું છું. તેમને વારંવાર પ્રણામ છે. તે સ્વધાભોજી પિતૃઓ મારા પર પ્રસન્ન થાય અને તેમનાં આશીર્વાદ સદૈવ મારા પર બની રહે.

ૐ પિતૃદેવો નમઃ 

 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો