રવિવાર, 19 જાન્યુઆરી, 2025

આજે સોમવારે પાઠ કરીશું શિવજી નું નવું કિતૅન જય જય ભોલા શંભુ ગુજરાતી લખાણ સાથે | Shivji Kirtan in Gujarati Lyrics | Okhaharan

આજે સોમવારે પાઠ કરીશું શિવજી નું નવું કિતૅન જય જય ભોલા શંભુ  ગુજરાતી લખાણ સાથે | Shivji Kirtan in Gujarati Lyrics | Okhaharan


shivji-kirtan-in-gujarati-lyrics
shivji-kirtan-in-gujarati-lyrics

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે સોમવારે પાઠ કરીશું શિવજી નું નવું કિતૅન જય જય ભોલા શંભુ  ગુજરાતી લખાણ સાથે.


જય જય ભોલા શંભુ

જય જય ભોલા શંભુ, તમ ચરણોમાં વંદુ, જય જય ભોળા શંભુ. 
શિર પર વહેતી ગંગાધારા, અદ્ભુત ત્રણ નયનોવાળા;
સોહે કંઠમાં રુદ્રની માળા, ભક્તોના છો રખવાલા. જય જય૦

 નાગ વીંટાળ્યો મસ્તક ઉપર, કુંડળ કાનોમાં સારા;
ભાંગ પીનારા ભોલા શંભુ, બીલીપત્રને ચાહનારા. જય જય૦ 


કરમાં સોહે ત્રિશૂળ ચમકતું, અંગે ભભૂત લગાઈ;
ઝળહળતી જ્યોતિના જેવું, સુખ પર તે છવાઈ. જય જય૦

 શિવ અદ્ભુત મૂર્તિ તારી, છે નંદીની રખવાળી;
ડમક ડમક ડમરુંના નાદે, વાતો કહે તું મરમાળી. જય જય.

સુરનર મુનિવર શંભુ તારું, ધ્યાન અહર્નિશ ધરતાં;

ગંગા પાર્વતીજી નિશદિન, જાપ તમારો કરતાં. જય જય૦

 અંગ ઉપર મૃગછાલ લપેટી, કૈલાસ ઉપર છો વસનારાં;
સ્મરણ કરે જે ભાવે તેનું, કષ્ટ તુરત તો હરનારા. જય જયO 

હે શિવ શંકર ભોલા શંકર, વિનંતી એટલી કરીએ; -
ભક્ત ઉપર કરજો કૃપા કે સુખ 'શાંતિ'માં રહીએ. જય જય૦
ૐ નમઃ શિવાય




બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇